જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ જોઈ ગદગદ થયા બિગ બી, હાથ જોડી માન્યો આભાર
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 81મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચને પોતાના બંગલા 'જલસા'ની બહાર આવીને ફેન્સનું અભિવાદન કર્યું.અમિતાભ બચ્ચનના જન્મદિવસે વિશેષ પૂજા થઈ હશે એમ લાગી રહ્યું છે. ફેન્સ સામે આવેલા અમિતાભ બચ્ચને પીળા રંગનો કુર્તો પહેર્યો હતો અને ઓમ લખેલી શાલ ઓઢેલી હતી.અમિતાભ બચ્ચનના ગળામાં ફૂલોના હાર જોવા મળે છે અને મસ્તિષ્ક પર તિલક કરેલું છે.