ક્રિકેટર વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા બીજા બાળકના માતાપિતા બનશે?
1072 views
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પાવરકપલ છે. તેમની કેમેસ્ટ્રી, મિત્રતા અને એકબીજા માટેનો પ્રેમ હંમેશા ચર્ચામાં રહે છે. અનુષ્કા અને વિરાટ પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ સાચવીને રાખે છે અને પબ્લિક ફિગર હોવાથી જેટલું ફેન્સને જણાવવા જેવું લાગે તેટલું જ જણાવે છે. હવે કપલને લઈને એક ગુડ ન્યૂઝ મળી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. છેલ્લા થોડા વખતથી અનુષ્કા શર્મા જાહેર સ્થળોએ નથી દેખાતી અને વિરાટ કોહલી સાથે ક્યાંય પણ ટ્રાવેલ કરવાનું પણ ટાળી રહી છે. અનુષ્કા શર્મા વિરાટને સપોર્ટ કરવા તે જ્યાં મેચ રમતો હોય તે દેશ કે શહેરમાં પહોંચી જાય છે. પરંતુ પાછલા થોડા મહિનાથી તે સ્ટેડિયમમાં પતિને ચીયર કરતી નથી દેખાઈ. એવામાં મીડિયાના સૂત્રોનું માનીએ તો, વિરાટ-અનુષ્કાના ઘરે ફરી એકવાર પારણું બંધાવાનું છે. આ વાતની જાહેરાત તેઓ ટૂંક સમયમાં જ કરવાના છે.