2018માં દુબઈમાં કયા કારણે થયું હતું શ્રીદેવીનું મૃત્યુ? પતિએ કર્યો ખુલાસો
1160 views
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવનું 2018માં મોત થયું હતું. શ્રીદેવીના મોત પછી તેમના પતિ અને ફિલ્મમેકર બોની કપૂરે આ મુદ્દે મૌન સેવ્યું હતું. જોકે, શ્રીદેવીના મૃત્યુના પાંચ વર્ષ પછી બોની કપૂરે આ મુદ્દે વાત કરી છે. બોની કપૂરે ખુલાસો કર્યો છે કે, શ્રીદેવી ખૂબ જ સ્ટ્રિક્ટ ડાયટ લેતા હતા. તેઓ મીઠા વિનાનું ભોજન કરતા હતા. ક્રેશ ડાયટિંગના લીધે શ્રીદેવીને બ્લેકઆઉટ્સ થતાં હતા એટલે કે તેઓ થોડા વખત માટે બેભાન થઈ જતાં હતા. બોની કપૂરે નાગાર્જુન સાથેની ફિલ્મની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. નાગાર્જુન સાથે ફિલ્મ કરી રહેલા શ્રીદેવી બેભાન થઈ ગયા હતા અને તેના કારણે તેમનો દાંત પણ તૂટી ગયો હતો.