પતિ અને બંને બાળકો સાથે નવરાત્રીના કાર્યક્રમમાં પહોંચી દિશા વાકાણી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ કરીને જાણીતી થયેલી એક્ટ્રેસ દિશા વાકાણી 2017થી બ્રેક પર છે. લાઈમલાઈટથી દૂર રહેતી દિશા વાકાણી હાલમાં જ નવરાત્રીના એક કાર્યક્રમમાં પરિવાર સાથે જોવા મળી હતી. દિશા વાકાણી અને તેના પતિ મયૂર પડિયાએ ગુલાબી રંગના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. લાંબા સમય બાદ જાહેરમાં દેખાયેલી દિશા વાકાણીને ટીવીના પડદે જોવા માટે ફેન્સ આતુર છે. જોકે, તેણી શોમાં પાછી ફરશે કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.