સાગર પારેખને કેમ 'અનુપમા'માંથી નીકળવું પડ્યું? જવાબદાર કોણ?
1069 views
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોછેલ્લા ત્રણ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહેલી સીરિયલ 'અનુપમા'માંથી થોડા દિવસ પહેલા જ એક્ટર સાગર પારેખે એક્ઝિટ લીધી છે. અનુપમા અને વનરાજના દીકરા સમરના રોલમાં જોવા મળેલા સાગર પારેખે શો છોડ્યો ત્યારથી વારંવાર તેને એક જ સવાલ થઈ રહ્યો છે કે આ પાછળનું કારણ શું છે? સમર અનુપમાની સપોર્ટ સિસ્ટમ હતો અને તેને સારી રીતે સમજતો હતો. તે અનુપમાનો લાડલો દીકરો હતો, તો પછી મેકર્સે શા માટે સીરિયલમાં તેનું જ મોત બતાવી દીધું? હાલમાં જ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં સાગરે શોમાંથી પોતાની એક્ઝિટનું અસલ કારણ જણાવ્યું છે.