ઐશ્વર્યા રાય અને સલમાન ખાન મતભેદો ભૂલાવીને ગળે મળ્યા?
1113 views
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોબોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને સલમાન ખાન એક સમયે રિલેશનશીપમાં હતા એ સૌ કોઈ જાણે છે. ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ વખતે ઐશ્વર્યા અને સલમાન પ્રેમમાં પડ્યા હતા. જોકે, બે વર્ષના ડેટિંગ બાદ બંને અલગ થઈ ગયા હતા. સલમાન-ઐશ્વર્યાની રિલેશનશીપની જેમ તેમનું બ્રેકઅપ પણ ખાસ્સું ચર્ચામાં રહ્યું હતું. જોકે, બ્રેકઅપ થયા પછી સલમાન અને ઐશ્વર્યા ક્યારેય એકસાથે નથી દેખાયા કે તેમની વચ્ચે બોલવાનો પણ સંબંધ રહ્યો નથી. બોલિવુડની પાર્ટીઓમાં ઘણીવાર બંને એક છત નીચે ભેગા થયા હશે પણ તેમણે એકબીજા સામે આવવાનું ટાળ્યું છે. હાલમાં જ બોલિવુડના ફેવરિટ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટી યોજાઈ હતી. જેમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બંને સામેલ થયા હતા.