IPLની 16મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફની મેચ રમાઇ રહી છે. પ્રથમ ક્વૉલિફાયર તરીકે ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, અને બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકિટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, આ તમામ લોકો ફાઇનલની ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આઈપીએલની સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ માટે લાગી લાંબી લાઈનો લાગી છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર દર્શકો હજારોની સંખ્યામાં ફિઝિકલ ટિકિટ લેવા પહોંચ્યા છે.