Tap to unmute
Speed
0.5 X
0.75 X
1 X
1.25 X
1.5 X
2 X
અમદાવાદઃ વસ્ત્રાલના અબજી બાપા લેકવ્યુ ફ્લેટમાં લુખ્ખા તત્વોએ અડધી રાત્રે મચાવ્યો આતંક
અમદાવાદ ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. દારુની હેરાફેરી હોય કે બેફામ ડ્રાઈવિંગ હોય કે પછી રસ્તા પર ઢોર રખડતા મૂકી દેવાની વાત હોય, પોલીસનો કોઈને ભય જ રહ્યો ન હોય તેવો માહોલ ઊભો થયો છે. જાહેરમાં મારામારીની ઘટનાઓ તો હવે સામાન્ય બની ગઈ છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પણ લુખ્ખા તત્વોનો આતંક એટલો જ વધી રહ્યો છે. પરંતુ પોલીસ સામાન્ય લોકો પર રોફ જમાવી કામગીરી કર્યાનો સંતોષ માની રહી છે. પરંતુ, જે લોકો ખુલ્લેઆમ કાયદાઓ તોડી રહ્યા છે તેમની સામે રહસ્યમય રીતે આંખ બંધ કરીને બેસી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેના કારણે આવા લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે. પોલીસની આવી જ બેરદકારી વચ્ચે દશામાના જાગરણની રાત્રે એક સોસાયટીમાં ઘૂસીને ગુંડાઓએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.
વસ્ત્રાલના અબજી બાપા લેકવ્યુ ફ્લેટમાં રહેતા વેપારી કુણાલભાઈ પીઠડિયા ગત 26મી જુલાઈની રાત્રે પોતાના મિત્ર સાથે મોડી રાત્રે સોસાયટીની બહાર બેઠા હતા, તે સમયે 8 બાઈક પર 15 જેટલા શખસો આવ્યા હતા અને વેપારીને ગાળો બોલી તેમને મારવા દોડ્યા હતા. જેથી વેપારી પોતાનો જીવ બચાવીને સોસાયટીમાં ભાગ્યા હતા. આ ગુડાઓ પણ તેમની પાછળ સોસાયટીમાં ઘૂસ્યા હતા. વેપારી તો તેમના હાથમાં આવ્યા ન હતા, પરંતુ આ લુખ્ખા તત્વોએ સોસાયટીમાં પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. એટલું જ નહીં, આ ગુંડાઓએ સોસાયટીની સિક્યુરિટી કેબિનનો કાચ, ખુરશી અને ફૂલોના કુંડા સહિતની વસ્તુઓ તોડી નાખી હતી.આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વેપારીએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. જોકે, આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ પહેલા ગત એપ્રિલ મહિનામાં પણ વસ્ત્રાલમાં અર્પણ સ્કૂલ પાસે નબીરાઓએ જાહેર માર્ગ પર ચાલુ કારમાંથી ફટાકડા ફોડતા ધોરણ-10ની એક વિદ્યાર્થીની દાઝી ગઈ હતી. આ ઉપરાંત વર્ષ 2022માં નવેમ્બર મહિનામાં પણ લુખ્ખા તત્વોના આતંકની ઘટના સામે આવી હતી. જેમાં વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી પુષ્પ રેસિડન્સીમાં 15 જેટલા શખસો ઘૂસી ગયા હતા અને વાહનોની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.