અમદાવાદમાં ધૂમ મચાવી રહ્યો છે હોસ્ટેલ બિઝનેસ
અમદાવાદમાં હાલમાં શિક્ષણ ક્ષેત્રનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેના કારણે હોસ્ટેલના બિઝનેસને પણ ભારે વેગ મળ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી તથા ગુજરાત બહારથી હજારો વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે દર વર્ષે અમદાવાદ આવી રહ્યા છે. તેના કારણે હવે અમદાવાદમાં હોસ્ટેલ સર્વિસની ભારે ડિમાન્ડ છે. જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. પરંતુ અહીં એક સમસ્યા પણ ઊભી થઈ છે. ગુજરાતના અને બહારના સ્ટુડન્ટ્સને સમાવવા માટે અમદાવાદમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તેની હજુ અછત વર્તાય છે. જોકે, હવે આ અછતને પહોંચી વળવા માટે યુનિવર્સિટીઓએ તૈયારી કરી લીધી છે.
Curated by Chintan Rami|TimesXP Gujarati|11 Jul 2023