UKથી ડિપોર્ટ થયેલા ચરોતરના યુવકને પત્ની અને સાસરીયાએ બરબાદ કરી નાખ્યો
વિદેશમાં રહેવા માટે કોઈ સ્ત્રી પોતાની મેરેજ લાઈફને ખતમ કરી શકે તે વાત કોઈના પણ માનવામાં ના આવે, પરંતુ ચરોતરના એક યુવક સાથે તેની પત્ની અને સાસરિયાએ કંઈક આવું જ કરીને તેને જિંદગીમાં ક્યારેય ના ભૂલી શકાય તેવો દગો આપ્યો છે. આ ચોંકાવનારી સત્ય ઘટનાનાનો ભોગ બનેલા એવા આ યુવકે IamGujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેણે પોતાની થનારી પત્નીને લંડન બોલાવવામાં અને ત્યાં તેની સાથે લગ્ન કરવામાં લગભગ ૨૫-૩૦ લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચી હતી. જોકે, પત્ની યુકે આવી તેના થોડા જ દિવસમાં આ યુવકને તેના ભૂતકાળના એક એવા પ્રકરણ વિશે જાણ થઈ હતી કે જેનાથી એક સમયે તો તેનું લગ્નજીવન ગણતરીના દિવસોમાં જ ખતમ થઈ જવાની અણી પર આવી ગયું હતું, પરંતુ બધું ભૂલીને તેણે પત્ની સાથે એક સામાન્ય જિંદગી જીવવાની શરૂ જ કરી હતી કે તે જ વખતે તેના પોતાના લોકોએ આ યુવકને એવો ભયાનક રીતે ફસાવી દીધો કે તેને આખરે યુકેથી ડિપોર્ટ થવાનો વારો આવ્યો હતો, અને ઈન્ડિયામાં પગ મૂકતા જ વર્ષો પહેલા તે જે સ્થિતિમાં યુકે ગયો હતો ત્યાં જ ફરી પાછો આવી ગયો હતો. આખરે આ યુવક સાથે લંડનમાં કોણે મોટી ગેમ કરી, અને કઈ રીતે તે ત્યાં વર્ષો સુધી મહેનત કર્યા બાદ થોડા જ દિવસોમાં બધી રીતે બરબાદ થઈ ઈન્ડિયા પાછો આવવા મજબૂર બન્યો તેની ચોંકાવનારી કહાની જોઈશું આ વિડીયોમાં.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|14 Aug 2023