આખરે ક્યાં ગુમ થઈ ગયા US જવા નીકળેલા નવ ગુજરાતી? મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
જાન્યુઆરી ૨૦૨૩માં અમેરિકા જવા નીકળેલા નવ ગુજરાતીઓનો હજુ સુધી કોઈ પતો ના લાગતા તેમના પરિવારજનોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ તમામ લોકો ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ તેમના પરિવારજનોના કોઈ સંપર્કમાં નથી, જેમાંથી ત્રણ લોકોના પરિવારજનોને એવી શંકા છે કે તેમને માર્ટિનિક નામના દેશની જેલમાં કેદ કરવામાં આવ્યા છે. આ મામલે કોર્ટ દ્વારા તુરંત સુનાવણી કરીને સરકારને ગુમ થયેલા તમામ નવ લોકો હાલ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તે જાણવા નિર્દેશ કરાય તેવી વિનંતી અરજદારો દ્વારા કરવામાં આવી છે. જોકે, ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મામલો જાહેરહિતને લગતો ના હોવાથી તેમાં PIL ના કરી શકાય તેવું જણાવ્યું હતું. કોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતાં સરકારી વકીલને આ અંગે સત્તાધીશો પાસેથી નિર્દેશ મેળવવા માટે જણાવ્યું હતું.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|11 Aug 2023