ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને ફટકારનારા પોલીસકર્મીને હવે થશે સજા?
1635 views
ahmedabad ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો૦૪ ઓક્ટોબર ૨૦૨૨માં ખેડા જિલ્લાના ઉંઢેલા ગામના કેટલાક લોકોને આઠમના નોરતે ગરબા પર પથ્થરમારો કરવા બદલ અટકાયતમાં લેવાયા હતા. જોકે, પોલીસે આ ઘટનાના બીજા દિવસે તમામ આરોપીને ગામમાં લઈ જઈને જાહેરમાં તેમને ફટકાર્યા હતા. ગામમાં આ યુવકોને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાં લોકો ભેગા થઈને તાળીઓ પાડતા હતા. જોકે, પોલીસના અત્યાચારનો ભોગ બનેલા આ યુવકોએ ન્યાયની માગ સાથે પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરતાં પોલીસ હવે બેકફુટ પર આવી ગઈ છે.