ગુજરાતમાં બનાવટી લગ્ન કરી અમેરિકા જવાનો કાંડ, પોલીસે કરી મહેસાણાના એક NRIની ધરપકડ
જો કોઈ અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે લગ્ન થઈ જાય તો કોઈપણ વ્યક્તિને ફટાફટ વિઝા મળી જતા હોય છે, અને થોડા વર્ષોમાં તેની પાસે ગ્રીન કાર્ડ પણ આવી જતું હોય છે. ગુજરાતમાં લોકો અમેરિકા જવા ગમે તે કરવા તૈયાર થઈ જાય છે ત્યારે અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા અને બનાવટી લગ્નનું તરકટ રચીને લોકોને અમેરિકા લઈ જતા એક શખસની સિદ્ધપુર પોલીસે ધરપકડ કરી છે. નિર્મલ પંડ્યા નામના આ આરોપી વિરુદ્ધ બે વર્ષ પહેલા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે, તે શિકાગોમાં રહેતો હોવાથી પોલીસ તેના સુધી નહોતી પહોંચી શકી, પરંતુ આરોપી વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ થઈ હોવાથી તે ગયા અઠવાડિયે દિલ્હી લેન્ડ થયો તે સાથે જ તેની ધરપકડ કરી લેવાઈ હતી.ahmedabadTimesXP GujaratiUpdated: 1 May 2023, 3:03 pm