૧૯ વર્ષ સુધી રંઝાડતો રહ્યો પતિ, કંટાળીને USથી પાછી આવેલી મહિલાએ નોંધાવી ફરિયાદ
પશ્ચિમ અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતી સુખી-સંપન્ન પરિવારની મહિલાએ અમેરિકા રહેતા પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી આ ફરિયાદમાં ૪૪ વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે તેનો પતિ ના માત્ર એક સ્ત્રી સાથે આડાસંબંધ ધરાવતો હતો, પરંતુ તેની સાથે પણ દુર્વ્યવહાર કરીને તેની મરજી વિરૂદ્ધ અકુદરતી કૃત્ય કરતો હતો. આ મહિલાનો પતિ હાલ ટેક્સાસમાં રહે છે, તેમના લગ્ન ૨૪ એપ્રિલ ૨૦૦૪ના રોજ થયા હતા. લગ્નના બે વર્ષમાં જ પતિ-પત્ની લંડન શિફ્ટ થયા હતા જ્યાં તેના પતિને જુગારની લત લાગી ગઈ હતી, અને પતિ-પત્ની વચ્ચે અણબનાવ પણ શરૂ થઈ ગયા હતા. હાલ તેમને બે દીકરીઓ પણ છે જેમાંથી મોટી દીકરીની ઉંમર ૧૬ વર્ષ જ્યારે નાની દીકરીની ઉંમર ૧૩ વર્ષ છે, આ બંને દીકરીનો જન્મ અમદાવાદમાં જ થયો હતો.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|9 Aug 2023