નવ લોકોની જિંદગી લેનારો તથ્ય પટેલ હવે કદાચ ક્યારેય ડ્રાઈવ નહીં કરી શકે!
નવ લોકોની જિંદગી લેનારો તથ્ય પટેલ હવે કદાચ ક્યારેય કાર નહીં ચલાવી શકે. અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઈસન્સ કેન્સલ કરી દેવાયું છે, તે જેલમાં હતો ત્યારે જ તેના નામની નોટિસ ઈશ્યૂ કરીને તેનું લાઈસન્સ કેમ રદ્દ ના કરવું તેનો ખુલાસો માગવામાં આવ્યો હતો. જોકે, તથ્ય પટેલ તરફથી આ અંગે કોઈ જવાબ ના મળતાં આખરે ૯ ઓગસ્ટે તેનું લાઈસન્સ કેન્સલ કરી દેવાયું હતું. તથ્ય પટેલ ટ્રાફિકના નિયમો તોડવાની આદત ધરાવે છે તેવું તપાસ દરમિયાન બહાર આવતા આ નિર્ણય લેવાયો હતો. ૨૦ જુલાઈના રોજ રાત્રે દોઢ વાગ્યે ઈસ્કોન બ્રિજ પર તથ્યએ કરેલા અકસ્માત બાદ પોલીસે તપાસ કરતાં છેલ્લા એક મહિનામાં તથ્યએ એસજી હાઈવે પર અનેકવાર ઓવર સ્પીડિંગ પર કાર ચલાવવા ઉપરાંત રેડ સિગ્નલ જમ્પ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે, તેની કારમાં HSRP ના હોવાથી તેનો કોઈ ઈ-મેમો ઈશ્યૂ નહોતો થયો.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|10 Aug 2023