અમેરિકામાં ૨૦ વર્ષથી મજૂરી કરતા ઉત્તર ગુજરાતના આધેડ સાથે બની એક કરૂણ ઘટના
જીવનું જોખમ લઈને ગેરકાયદે રીતે અમેરિકા જતાં મોટાભાગના ગુજરાતીઓને એવો વ્હેમ હોય છે કે ત્યાં તેઓ મહેનત મજૂરી કરીને પણ સારી એવી કમાણી કરી શકશે, અને પોતાના પરિવારને પણ સુખી કરી શકશે. આ વાત કેટલી સાચી છે કે કેટલી ખોટી છે તેનો જવાબ કદાચ જે લોકો આ રીતે અમેરિકા ગયા છે તે જ લોકો આપી શકે, પરંતુ આ વિડીયોમાં આપની સાથે એક એવો રિયલ લાઈફ કિસ્સો શેર કરવાનો છે કે જે ખરેખર ઈલીગલી અમેરિકા જવા માગતા કોઈપણ વ્યક્તિને વિચારતા કરી મૂકે તેવો છે. એક વાત તો સ્પષ્ટ છે કે બે નંબરમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ખાસ ભણેલા-ગણેલા નથી હોતા, આવા લોકોને સ્વાભાવિક છે કે અમેરિકામાં જઈને માત્ર મજૂરી જ કરવાનો વારો આવે છે. જો કોઈ વ્યક્તિ થોડું-ઘણું ઈંગ્લિશ બોલી કે સમજી શકે તો તેને કદાચ ઢંગની કહી શકાય તેવી જોબ વહેલા નહીં તો મોડા મળી જાય છે, પણ જે લોકો ઈંગ્લિશ બોલી જ શકે તેમ નથી તેમને એક વેઠિયાની જેમ દિવસ-રાત મજૂરી કરવાનો વારો આવે છે. આ વિડીયોમાં જે ઘટનાની વાત કરવાની છે તે એપ્રિલ મહિનામાં બની હતી, જેમાં અમેરિકાની એક મોટેલમાં સાફ-સફાઈનું કામ કરતા ઉત્તર ગુજરાતના એક આધેડ ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવાવાળું પણ અમેરિકામાં કોઈ નહોતું અને તેમની બોડી ઈન્ડિયા પરત મોકલી શકાય તેવી તો કોઈ શક્યતા જ નહોતી.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|12 Aug 2023