ગ્રીન કાર્ડ હોલ્ડર પત્નીએ US પહોંચ્યાના ૧૫ જ દિવસમાં અસલી સ્વરૂપ બતાવ્યું!
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં એક યુવકે પોતાની અમેરિકન ગ્રીનક કાર્ડ હોલ્ડર પત્ની પર ચોંકાવનારા આરોપ મૂક્યા છે. આ યુવક-યુવતીના૨૦૧૭માં લવમેરેજ થયા હતા, પરંતુ લગ્ન બાદ તેઓ પોતપોતાના ઘરે જ રહેતા હતા. ૨૦૧૮માં આ યુવતી અમેરિકા ગઈ હતી અને ત્યાં પહોંચ્યાના ૧૫ દિવસમાં તેણે પતિને કહી દીધું હતું કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. જોકે, આ જ યુવતીએ ૨૦૨૦માં ઈન્ડિયા આવી પતિને ડિવોર્સ આપ્યા વિના જ બીજા એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
Authored byCurated byનવરંગ સેન|TimesXP Gujarati|8 Sept 2023