ત્રણ મહિનામાં કેનેડાની વર્ક પરમિટ અપાવી દેવાનું કહી એજન્ટે વડોદરાની યુવતીને છેતરી
1173 views
ahmedabad ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોકેનેડા મોકલવાના નામે જો કોઈ એજન્ટ તમને સ્ટેમ્પ પેપર પર ગેરંટી સાથે કામ કરી આપવાનું કહે તો પણ તેનો વિશ્વાસ કરવો ભારે પડી શકે છે. આવી જ એક ઘટનામાં વડોદરાની એક શિક્ષિકાને ૬ લાખ રૂપિયામાં એજન્ટે નોકરીની ગેરન્ટી સાથે કેનેડાની વર્ક પરમિટ અપાવી દેવાની વાત કરી હતી. જેમાં તેને અડધું પેમેન્ટ કેનેડા પહોંચીને નોકરી શરૂ કર્યા બાદ કરવાનું હતું. જોકે, આ યુવતીએ ત્રણ લાખ રૂપિયા એજન્ટને ચૂકવી દીધા ત્યારબાદ એજન્ટે તેને બે વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા હતા, અને જ્યારે યુવતીએ ત્રણ લાખ રૂપિયા પાછા માગ્યા ત્યારે એજન્ટ ઓફિસ જ બંધ કરીને છૂ થઈ ગયો હતો.