ગુજરાતમાં વરસાદથી જળબંબાકાર, 10 હજાર લોકોનું સ્થળાંતર
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની ઈનિંગ શરૂ કરી દેતા અનેક ડેમ છલકાઈ ગયા છે. જેના પરિણામે જળબંબાકાર જેવી સ્થિતિ થતા રવિવારે ભરૂચ, નર્મદા અને વડોદરાના ઘણા ગામોમાં ગંભીર અસર થઈ છે. 200થી વધુ લોકોને બચાવી લેવાયા છે. તો ઘણા સ્થળે પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે. બીજી બાજુ જોવા જઈએ તો સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવા સાથે ભારે વરસાદને કારણે રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગોમાં 10 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
Edited byCurated byપાર્થ વ્યાસ|TimesXP Gujarati|18 Sept 2023