અમદાવાદમાં 44 વર્ષ જૂની સોાસયટીનું પાંચ વર્ષથી અટકેલું રિડેવલપમેન્ટનું કામ હવે શરૂ થશે
1048 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલાં 44 વર્ષ જૂનાં રંગ મિલન અપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આ સોસાયટીના મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટની તરફેણમાં હતા, પરંતુ સોસાયટીમાં જ બે ફ્લેટ ધરાવતા પિતા-પુત્રે તેની સામે વાંધો લેતા મામલો ઘોંચમાં પડ્યો હતો. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા પિતા-પુત્રને જે બિલ્ડરને સોસાયટીએ રિડેવલપમેન્ટનું કામ સોંપ્યું હતું તેની સામે વાંધો હતો. જોકે, સોસાયટીના ચેરમેને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરતાં આખરે કોર્ટે વિલંબમાં પડેલા રિડેવલપમેન્ટને મંજૂરી આપી દીધી હતી. 1978માં બનેલી આ સોસાયટીમાં ચાર બ્લોક આવેલા છે, જેમાં એક બ્લોકમાં 12 એમ કુલ 48 ફ્લેટ ધરાવતી આ સોસાયટીમાં તમામ ફ્લેટ 56 ચોરસ વારના 1BHK ફ્લેટ હતા.