અમદાવાદ: વિદ્યાર્થીઓને વાનમાં સ્કૂલે લઈ જતો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
અમદાવાદ: તથ્ય કાંડ બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. તેમ છતાં લોકો દારૂનો નશો કરીને ગાડી ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે. આ વાત પરથી એવું લાગી રહ્યું છે લોકોને કાયદા અને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો તેમ મણિનગરમાં દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર સ્કૂલ વાન ચલાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કારનો કાચ તૂટેલી હાલતા જોવા મળી રહ્યો છે અને તપાસ કરતા વાનમાં નાના બાળકો પણ બેસેલા છે, જેઓ સ્કૂલ ભણવા જઈ રહ્યા હતા. જેથી આ સમાચાર ખાસ તેવા માતા-પિતા માટે છે જેઓ તેમના બાળકોને વાનમાં સ્કૂલ ભણવા મોકલે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ભૂલ સ્વીકારવાની જગ્યાએ આરોપી ડ્રાઈવર મોટે-મોટેથી બૂમાબૂમ કરી રહ્યો છે અને પોતાનું નામ સંદીપ ઠક્કર જણાવી રહ્યો છે.
Curated by Vijay Vaghela|TimesXP Gujarati|10 Aug 2023