અમદાવાદના બિલ્ડર સાથે નકલી જમીન માલિકે 10 કરોડની ઠગાઈ કરી
1010 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
શહેરના થલતેજ વિસ્તારના એક ૩૮ વર્ષીય બિલ્ડર સાથે ત્રાગડ ગામમાં થયેલા જમીનના સોદામાં ૯.૭૭ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી થઈ છે. આ મામલે શનિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફુલચંદ પટેલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે જૂન ૨૦૨૩માં ફરિયાદીને ત્રાગડ ગામમાં એક પ્લોટ વેચાણ માટે ઉપલબ્ધ હોવાની માહિતી મળી હતી. આ મામલે ફુલચંદે જમીન દલાલો અને અતુલ પટેલ નામના બિલ્ડરનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફતે જગદીશ ઠાકોર નામના વ્યક્તિ સાથે મિટિંગ ફાઈનલ કરી હતી. જિજ્ઞેશ ઠાકોર આ જમીનનો મુખ્ય માલિક હોવાનું ફુલચંદ પટેલને જણાવાયું હતું.
news videos|Curated by Chintan Rami|TimesXP GujaratiUpdated: 18 Nov 2023, 4:23 pm