એર ઈન્ડિયાનું 14 વર્ષ જૂનું એરક્રાફ્ટ મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહ્યું હતું, અધવચ્ચેથી પાછું વાળવું પડ્યું
1012 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોમુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મંગળવારે ખામી સર્જાતાં અધવચ્ચેથી પાછી ફરી હતી. બોઈંગ 777 એરક્રાફ્ટે ઉડાણ ભર્યાના બે કલાકથી વધુ સમય બાદ ફ્લાઈટ મુંબઈ પાછી આવી હતી. ફ્લાઈટે જે એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી ત્યાં જ પાછી ફરતાં આ ઘટનાની નોંધ લેવામાં આવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1119 મુંબઈથી રાત્રે 2.20 કલાકે ઉપડી હતી અને અઢી કલાક બાદ ફ્લાઈટ જ્યારે ઈરાનના એર સ્પેસમાં હતી ત્યારે તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. 14 વર્ષ જૂના બોઈંગ 777 એરક્રાફ્ટમાં ખામી સર્જાતાં પાયલટે ફ્લાઈટ મુંબઈ ડાયવર્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.