દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી મહિલા પેસેન્જરને ઉતારી દેવાયા
જાણીતી ફાઈનાન્શિયલ સર્વિસ ફર્મના લીડરને એર ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. કથિત રીતે તેમણે એરલાઈનના ક્રૂ સાથે અસભ્ય ભાષામાં વાત કરી હતી અને ખરાબ વર્તન કર્યું હતું. ભારતથી ઉડાણ ભરી રહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં આ ઘટના બની હતી. જોકે, મહિલા પેસેન્જરે બાંહેધરી આપી કે તેઓ ફરીથી આ પ્રકારનું વર્તન નહીં કરે ત્યારે જ તેમને બીજી ફ્લાઈટમાં સીટની વ્યવસ્થા કરી આપવા એરલાઈન તૈયાર થઈ હતી.