ઓનલાઈન બુક કરાવેલી ટિકિટ એરપોર્ટ પહોંચતા સુધીમાં ગાયબ થઈ ગઈ!
1007 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોફ્લાઈટ હોય કે ટ્રેન, હવે લોકો ટિકિટનું બુકિંગ ઓનલાઈન જ કરાવે છે, અને ઘણીવાર જાણીતી ટ્રાવેલ વેબસાઈટ્સ પરથી પણ લોકો ટિકિટ ખરીદતા હોય છે, જે પ્રમાણમાં સસ્તી પણ પડતી હોય છે. જોકે, બેંગલોરની એક યુવતીએ એક જાણીતા ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પરથી બુક કરાવેલી કન્ફર્મ એર ટિકિટ એરપોર્ટ પર પહોંચતા જ ગાયબ થઈ જતાં તેને એરલાઈન્સના કાઉન્ટર પરથી નવી ટિકિટ ખરીદવાની ફરજ પડી હતી. આ યુવતીને મુંબઈથી બેંગલોર જવા માટે આકાશ એરલાઈનની ફ્લાઈટ પકડવાની હતી, તેની ટિકિટ પણ કન્ફર્મ હતી પરંતુ જ્યારે તે એરપોર્ટ પહોંચી ત્યારે તેને એરલાઈનના ચેક-ઈન કાઉન્ટર પર તૈનાત ગ્રાઉન્ડ સ્ટાફે કહ્યું હતું કે તેણે બુક કરાવેલી ટિકિટ તો અસ્તિત્વ જ નથી ધરાવતી!