ગુજરાતી દંપતીને 2.90 લાખ રૂપિયા વળતર ચૂકવશે બ્રિટિશ એરવેઝ, શું થઈ હતી બબાલ?
વિદેશ જઈ રહેલા એર ટ્રાવેલર જ્યારે વિમાનમાં બેસે ત્યારે તેની પાસે વેલિડ વિઝા છે કે નહીં તે ચેક કરવાની જવાબદારી એરલાઈનની છે તેવું ગ્રાહક ફોરમે જણાવ્યું છે. નવસારીના એક રસપ્રદ કિસ્સામાં એક દંપતી બ્રિટિશ એરવેઝ દ્વારા અમેરિકા જઈ રહ્યું હતું. પરંતુ લંડન પહોંચતા જ બ્રિટિશ એરવેઝે તેમને ભારત પરત જવા માટે કહ્યું કારણ કે તેમના અમેરિકન વિઝા ડિસેમ્બર 2021માં રદ થઈ ગયા હતા. આ મામલે દંપતી નવસારી કન્ઝ્યુમર ફોરમમાં ગયું અને વળતરની માંગણી કરી હતી. ગ્રાહક ફોરમે સિનિયર સિટિઝન દંપતીને 2.90 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે એરલાઈનને આદેશ આપ્યો છે.