પાસપોર્ટ સર્વિસમાં ગુંચવણ વધીઃ અરજકર્તાઓ પરેશાન
1052 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની સર્વિસમાં હાલમાં પિન કોડના મામલે મોટી ગુંચવણ પેદા થઈ છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારો હવે શહેરોમાં ભળી ગયા હોવા છતાં પિન કોડ અને પોલીસ સ્ટેશનની હદના મામલે પાસપોર્ટ અરજકર્તાઓને ધક્કા ખાવા પડે છે અથવા નવેસરથી અરજીઓ કરવી પડે છે. ઉદાહરણ તરીકે કોટેશ્વર એરિયા હવે સત્તાવાર રીતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળી ગયો હોવા છતાં તેના સરનામામાં હજુ પણ અમદાવાદનો પિન કોડ 380005 ચાલુ છે. તેના કારણે પાસપોર્ટ મેળવવામાં ઘણી ગુંચવણ પેદા થાય છે. આ બ્યૂરોક્રેટિક સમસ્યાના કારણે કોટેશ્વરના નાગરિકો પરેશાન છે.