પાંચ મિનિટ લેટ થનારી મહિલાને સ્પાઈસજેટે બોર્ડિંગ પાસ ના આપ્યો, હવે ચૂકવવું પડશે વળતર
1030 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમદાવાદથી દુબઈ જવા સ્પાઈસજેટની ત્રણ ટિકિટો ખરીદનારી એક મહિલાને પાંચ મિનિટ મોડું થઈ જતાં ફ્લાઈટમાં મુસાફરી કરવાની મંજૂરી ના આપનારી સ્પાઈસજેટે હવે આ મહિલાને તેની ટિકિટના પૈસા વ્યાજ સાથે પાછા આપવા પડશે. જોકે, પૈસા પરત મેળવવા માટે આ મહિલાએ કોર્ટમાં વર્ષો સુધી કેસ લડવો પડ્યો છે. ૨૦૧૬ની આ ઘટનામાં મહિલા પેસેન્જરે એક લાખ રૂપિયા વળતર પણ માગ્યું હતું, પરંતુ કોર્ટે તેને ટિકિટના બાકી નીકળતા પૈસા અને પાંચ હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો છે.