ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ટાણે આખરે કઈ રીતે કરી લીધી કરોડો ડોલરની વ્યવસ્થા, શું થશે તેનાથી ફાયદો?
અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા માટે આકાશ-પાતાળ એક કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોલિટિક્સમાં રિ-એન્ટ્રી કરવાની સાથે હવે અમેરિકાના સ્ટોક માર્કેટમાં પણ ફરી એન્ટ્રી કરી છે. શુક્રવારે પબ્લિકલી ટ્રેડેડ શેલ કંપની ડિજિટલ વર્સ્ડ એક્વિઝિશન કોર્પોરેશને ટ્રમ્પના મીડિયા બિઝનેસ સાથે મર્જરને મંજૂરી આપી દીધી હતી. આ ડીલ બાદ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપના શેર્સનું પણ નાસડેક પર ટૂંક જ સમયમાં ટ્રેડિંગ શરૂ થઈ જશે, આ ગ્રુપની ફ્લેગશીપ પ્રોડક્ટ ટ્રુથ સોશિયલ નામની સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે જેને ટ્રમ્પે ચૂંટણી હાર્યા બાદ તેમને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દેવાયા ત્યારે શરૂ કરી હતી. આ ડીલને કારણે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે, કારણકે આ કમ્બાઈન્ડ કંપનીમાં ટ્રમ્પનો મેજોરિટી સ્ટેક રહેશે, જે 79 મિલિયન શેર્સ જેટલો થાય છે.