ન્યૂજર્સીમાં ગુજરાતી યુવકની બે લાખ ડોલરની કાર લૂંટવા આવેલા ત્રણમાંથી બે લૂંટારા પકડાઈ ગયા
1138 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો15 માર્ચે અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસનમાં ગુજરાતી યુવકની 2 લાખ ડોલરની કાર લૂંટવાનો પ્રયાસ કરવાની ઘટનામાં પોલીસે આખરે બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. શહેરના મેયર સેમ જોશીએ આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા બે આરોપી પકડાયા હોવાના અહેવાલની પુષ્ટિ કરી છે. પોલીસે જે બે લોકોને પકડ્યા છે તેમાંથી એકની ઉંમર 16 જ્યારે બીજાની ઉંમર 17 વર્ષ હોવાનું બહાર આવ્યું છે. એડિસનમાં આવેલા પટેલ બ્રધર્સના સ્ટોર્સના પાર્કિંગ લોટમાં જ સાંજે પાંચ વાગ્યે બનેલી આ ઘટનાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ગુજરાતી યુવક જેવો કાર પાર્ક કરીને તેમાંથી બહાર આવ્યો કે તે સાથે જ ત્રણ લૂંટારા તેના પર ત્રાટક્યા હતા. આ લૂંટારાએ કાર લૂંટવાના ઈરાદા સાથે ગુજરાતી યુવક પર હુમલો કરી તેની સાથે ઝપાઝપી કરી હતી, અને થોડી જ સેકન્ડોમાં વિક્ટિમ પોતાનો જીવ બચાવીને સ્પોટ પરથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.