અમેરિકામાં કાતિલ ઠંડીથી બચવા ઘરમાં હિટર સતત ચાલુ રાખનારા કપલનું દર્દનાક મોત
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
અમેરિકામાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે સાઉથ કેરોલિનામાં બનેલી એક દર્દનાક ઘટનામાં હિટર સતત ચાલુ રાખવાના કારણે એક કપલનું મોત થઈ ગયું છે. સાઉથ કેરોલિનાના સ્પાર્ટનબર્ગમાં બનેલી આ ઘટનામાં હિટરનું ટેમ્પ્રેચર એક હજાર ડિગ્રી ફેરનહિટ પહોંચી ગયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેના કારણે આ ઘરમાં રહેતા વૃદ્ધ કપલનું મોત થયું હતું.. આ કપલને તેમના સંબંધીઓ ઘણા સમયથી ફોન કરી રહ્યા હતા, પરંતુ તેનો જવાબ ના મળી રહ્યો હોવાથી તેમના ઘરે સ્થાનિક પોલીસની ટીમ શનિવારે વેલ્ફેર ચેક માટે ગઈ હતી, પરંતુ ઘર લોક હતું અને પોલીસે બારીમાંથી ઘરમાં પ્રવેશીને જોયું તો ઘરમાં રહેતા પતિ-પત્ની બેડરૂમમાં જ નિશ્ચેત હાલતમાં પડ્યા હતા.