Ep 2: આખરે અમિત દોડાદોડ ન્યૂયોર્ક પહોંચ્યો, હોસ્પિટલમાં પાયલ તેની રાહ જોઈ રહી હતી
1060 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોસીએટલથી બપોરે ટેક-ઓફ થયેલી અમિતની ફ્લાઈટ ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે રાતના લગભગ બાર વાગી ચૂક્યા હતા, અમિતને ત્યાંથી મેનહટ્ટન જવાનું હતું જ્યાંની એક હોસ્પિટલમાં તેનો દીકરો દેવ એડમિટ હતો. એરપોર્ટથી અમિતને ટ્રેન પકડીને મેનહટ્ટન પહોંવાનું હતું, પણ તેને ક્યાંથી કઈ ટ્રેન પકડવાની છે, અને કઈ રીતે મેનહટ્ટન પહોંચવાનું છે તેની કોઈ માહિતી નહોતી. તે વખતે રાત્રે એરપોર્ટ પર અમિતને તેના ભાઈ સુમિતની પત્ની સારિકા લેવા માટે આવી હતી. ન્યૂયોર્કમાં જ રહીને મોટી થયેલી સારિકા તેની એકેએક ગલીઓથી વાકેફ હતી. જોકે, ત્યારે સતત ઉજાગરાને કારણે અમિત ખૂબ જ થાકેલો હતો, પણ તેને પોતાના દીકરાને જોવાની ઉતાવળ હતી. અમિત અને સારિકા મેનહટ્ટન પહોંચ્યા બાદ એક મોટી બિલ્ડિંગમાં બંને દાખલ થયા હતા, પરંતુ તે વખતે અમિતને હોસ્પિટલનું નામ વાંચવાના પણ હોશ નહોતા. અમિત ન્યૂયોર્ક પહોંચ્યો ત્યાં સુધીમાં તો દેવના બીજા પણ ઘણા ટેસ્ટ થઈ ગયા હતા, અને તેને શું થયું છે તેનું નિદાન પણ થઈ ચૂક્યું હતું, પરંતુ આ વાત માત્ર ડૉક્ટર સુમિત અને તેમના પત્ની સારિકા જ જાણતાં હતાં. અમિત અને પાયલને તો પોતાના દીકરાને શું થયું છે તેનો કોઈ અણસાર જ નહોતો.