ફેક ડોક્યુમેન્ટ્સ પર UK પહોંચી ગયેલા ગુજરાતીઓ હવે ફસાશે?
1064 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોદર વર્ષે હજારો ગુજરાતીઓ અલગ-અલગ વિઝા પર યુકે જાય છે, પરંતુ તેમાંથી અમુક લોકો એરપોર્ટ પર જ ફેક ડોક્યુમેન્ટ્સ સાથે પકડાઈ જતા હોય છે. હવે બ્રિટિશ હાઈ કમિશનના ધ્યાને પણ આવ્યું છે કે ગુજરાત, પંજાબ અને હરિયાણાના લોકો મોટાપાયે ફેક ડોક્યુમેન્ટ્સ પર સ્ટૂડન્ટ કે વર્ક વિઝા પર યુકે જઈ રહ્યા છે. આ મામલે પાંચ એજન્ટો હાઈ કમિશનના રડાર પર છે અને તેમની વિરૂદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે.