ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ
ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2ના પહેલા માળે આગ લાગી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસમાં આગ લાગતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા પણ કર્મચારીઓને બહાર નીકાળ્યા બાદ આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પહેલા માળે આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.news videosTimesXP GujaratiUpdated: 8 May 2023, 7:35 pm