ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ
1034 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2ના પહેલા માળે આગ લાગી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસમાં આગ લાગતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા પણ કર્મચારીઓને બહાર નીકાળ્યા બાદ આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પહેલા માળે આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.