અમદાવાદના ગોટીલા ગાર્ડનમાં શેના પર પ્રતિબંધ મૂકતા બોર્ડ લગાવાયા?
સિંધુભવન રોડ પર આવેલા શહેરના સૌથી મોટા ગાર્ડનો પૈકીનું એક ગોટીલા હવે જાણે મૂંગું થઈ ગયું છે. સવારે ચાલવા આવતાં લોકોને હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) બ્લૂટૂથ સ્પીકર કે મોબાઈલ પર રેડિયો કે કોઈપણ પ્રકારનું સંગીત વગાડવાની મનાઈ ફરમાવી છે. ગાર્ડનમાં આવતાં કેટલાક મુલાકાતીઓએ ફરિયાદ કરી હતી કે, અમુક પ્રકારના લોકો દ્વારા વગાડવામાં આવતા સંગીતના કારણે ન્યૂસન્સ પેદા થતું હતું. ખાસ કરીને સાંજના સમયે આવા કર્કશ સંગીતના કારણે ત્રાસ થતો હતો.