એક મહિનો દુબઈ રોકાયા બાદ ગુજરાતીઓના ગ્રુપને અમેરિકા જવાને બદલે ઈન્ડિયા રિટર્ન આવવું પડ્યું
છેલ્લા ત્રણેક મહિનાથી ગુજરાતીઓને ઈલીગલી અમેરિકા મોકલતા એજન્ટો માટે પોતાનો ધંધો ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ગુજરાતના એજન્ટોના કામ લેતો એક ભેજાબાજ હાલ જેલમાં બંધ હોવાથી તેની સીધી અસર એજન્ટોના ધંધા પર પડી છે, અને તેમાંય ડિસેમ્બરમાં ડોન્કી ફ્લાઈટ પકડાઈ જતાં પેસેન્જર્સને ઈલીગલી અમેરિકા પહોંચાડવાનું કામ મુશ્કેલ બની રહ્યું છે. ઈલીગલી અમેરિકા જવા નીકળેલા કેટલાય ગુજરાતીઓ હાલ દુબઈ સહિતના અલગ-અલગ દેશોમાં ફસાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, અને તાજેતરમાં જ લગભગ 75-80 લોકોનું એક ગ્રુપ દુબઈમાં એકાદ મહિના જેટલો સમય રોકાયા બાદ 13-15 માર્ચના ગાળામાં ઈન્ડિયા પાછું આવી ગયું હોવાનો પણ સૂત્રો દાવો કરી રહ્યા છે.