ફાઈનલ યરની પરીક્ષા આપી રહેલા GTUના સ્ટૂડન્ટ્સનું વિદેશ ભણવા જવાનું ગણિત કેમ ખોરવાયું?
ગુજરાતમાંથી દર વર્ષે હજારો સ્ટૂડન્ટ્સ ભણવા માટે અમેરિકા, કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં જાય છે. વિદેશ જતાં સ્ટૂડન્ટ્સમાં એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સ પણ મોટી સંખ્યામાં હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUના એક્ઝામ શિડ્યૂલમાં ડીલે થતાં તેની સાથે સંકળાયેલી અનેક કોલેજોના સ્ટૂડન્ટ્સના વિદેશ ભણવા જવાના પ્લાનિંગ ખોરવાઈ જાય તેવી શક્યતા છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, વાઈવા એક્ઝામ્સ અને તેના પરિણામ જાહેર કરવામાં મોડું થતાં સ્ટૂડન્ટ્સ મૂંઝવણમાં મૂકાયા છે. કેટલાક સ્ટૂડન્ટ્સને તો વિદેશની યુનિવર્સિટીમાં કન્ડિશન્લ એડમિશન મળી પણ ગયા છે, પરંતુ હવે તેઓ સમયસર ત્યાં ભણવા જઈ શકશે કે નહીં તે એક સવાલ છે.news videosTimesXP GujaratiUpdated: 23 May 2023, 3:07 pm