સૌરાષ્ટ્રમાં પકડાયેલા કૌભાંડમાં ગુજરાત પોલીસને છે મલેશિયન 'બિગ બોસ'ની શોધ
ગુજરાત પોલીસ હાલમાં એક એવા કૌભાંડની તપાસ કરી રહી છે જેના છેડા છેક મલેશિયા સુધી લંબાયા છે. ગુજરાત પોલીસ મલેશિયન 'બિગ બોસ' ટેન ચી કીટ ઉર્ફે કેની અને તેના ચાર સાથીઓને શોધી રહી છે. આ કાર્યવાહી સૌરાષ્ટ્રના બે જિલ્લાઓના હજારો બેંક એકાઉન્ટમાં મળી આવેલા 33 કરોડ રૂપિયાથી શરૂ થઈ છે જે છેક કુઆલાલમ્પોર સુધી પહોંચી છે. ચીનના એક નાગરિકના કથિત કૌભાંડનો ભોગ ગુજરાતના 1,175 લોકો બન્યા છે. આ લોકો એક પોન્ઝી ફૂટબોલ સટ્ટાબાજી એપ દ્વારા કૌભાંડનો ભોગ બન્યા છે. આ કેસમાં પાંચ મલેશિયન નાગરિકો સહિત 15 લોક સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
Curated by Chintan Rami|TimesXP Gujarati|18 Sept 2023