ટોરેન્ટોમાં છ મહિનાથી જોબ શોધી રહેલા અમદાવાદી સ્ટૂડન્ટે શેર કર્યો પોતાનો અનુભવ
સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા હજારો ગુજરાતી યુવક-યુવતીઓ કેનેડામાં પાર્ટ-ટાઈમ જોબ માટે વલખા મારી રહ્યા છે તેવા અહેવાલ છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. IamGujaratએ આ અંગે હાલ કેનેડામાં રહેતા કેટલાક સ્ટૂડન્ટ્સ સાથે વાત કરીને તેમનો પોતાનો અનુભવ જાણવા માટે પણ પ્રયાસ કર્યો હતો. જેમાં હાલ ટોરેન્ટોમાં ભણતા અને મૂળ અમદાવાદના એક સ્ટૂડન્ટે પોતાનો જે અનુભવ અમારી સાથે શેર કર્યો તે કેનેડા જવાનો પ્લાન કરી રહેલા કોઈ પણ વ્યક્તિને આંચકો આપે તેવો છે. આ સ્ટૂડન્ટ છેલ્લા છ મહિનાથી કેનેડામાં ભણી રહ્યો છે. 12મું ધોરણ પાસ કરીને કેનેડા ગયેલો માત્ર 21 વર્ષનો આ યુવક જે મળે તે કામ કરવા માટે તૈયાર છે, પરંતુ તેને ક્યાંય નોકરી જ નથી મળી રહી. પોતાની ઓળખ જાહેર ના કરવાની શરતે આ યુવકે જણાવ્યું હતું કે તેના જેવા બીજા કેટલાય સ્ટૂડન્ટ્સ હાલ જોબ માટે રીતસરના વલખા મારી રહ્યા છે. ટોરેન્ટો જેવા મોટા સિટીમાં પણ જો નોકરીની આવી હાડમારી હોય તો નાના ટાઉન્સમાં શું સ્થિતિ હશે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.news videosTimesXP GujaratiUpdated: 27 May 2023, 5:56 pm