એજન્ટની વાતોમાં આવી ફિનલેન્ડ પહોંચી ગયેલા ગુજરાતી સ્ટૂડન્ટ્સને રોવાનો વારો આવ્યો
અત્યારસુધી અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભણવા કે જોબ કરવા જતા ગુજરાતીઓ હવે યુરોપના ટચૂકડા દેશોની પણ વાટ પકડી રહ્યા છે. આવો જ એક દેશ છે ફિનલેન્ડ, જેના વિશે મોટી-મોટી વાતો કરીને એજન્ટો લોકોને સ્ટૂડન્ટ વિઝા પર મોકલી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જે લોકોને ફિનલેન્ડ મોકલવામાં આવે છે તેમને એવું કહેવામાં આવે છે કે ત્યાં તેમને સારી નોકરી મળી જશે, સ્ટૂડન્ટ વિઝા પર ભલે તેઓ જાય પણ રોજ કોલેજ જવાની પણ કોઈ જરૂર નથી અને બધી જ ફેસિલિટી ધરાવતું એકોમોડેશન પણ તેમને પૂરૂં પાડવામાં આવશે. ફિનલેન્ડ વિશે કોઈ જાણકારી ના ધરાવતા લોકોને એવું કહીને છેતરવામાં આવે છે કે ત્યાં જ તેમને ભણવાનું પૂરૂં થયા બાદ વર્ક પરમિટ મળી જશે, અને તેઓ સારી એવી કમાણી કરી શકશે.news videosTimesXP GujaratiUpdated: 24 Apr 2023, 10:26 am