કેનેડામાં નોકરી ના મળતાં નાસીપાસ થયેલા ગુજરાતી યુવાનો હવે ભારત પાછા ફરી રહ્યા છે
જામનગરના વતની 24 વર્ષીય આનંદ પટેલે (નામ બદલ્યું છે) વિદેશી ધરતી પર ફાઈનાન્સની દુનિયામાં કાઠુ કાઢવાના સપના સેવ્યા હતા. ચાલુ વર્ષની શરૂઆતમાં તે કેનેડા પહોંચ્યો હતો. ઓન્ટારિયોના કિચનરમાં તેણે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા એડમિશન લીધું હતું. ભારતમાં ઈકોનોમિક્સમાં MA કર્યા પછી તેણે કેનેડા જવાનું સપનું સેવ્યું હતું. પરંતુ હાલ કેનેડામાં નોકરીની સ્થિતિ અત્યંત દયનીય છે, કેટલાય લોકોની છટણી થઈ છે તો વળી કેટલાય ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ નાની-મોટી નોકરી કરીને બે છેડા ભેગા કરી રહ્યા છે. આવો જ અનુભવ આનંદ પટેલને થયો હતો.