કેનેડામાં મહેનત-મજૂરી કરતા ગુજરાતી યુવક સાથે કોણે દગો કર્યો?
કેનેડામાં ગુજરાતી સ્ટૂડન્ટ્સનું ભારતીય એમ્પ્લોયર્સ કેવી રીતે શોષણ કરે છે અને તેમને એક્સપિરિયન્સ લેટરથી લઈને LMIA લેટર આપવા માટે કેવા હેરાન કરે છે તેમજ મોટી રકમની ડિમાન્ડ કરે છે તે અંગે તાજેતરમાં જ IamGujarat દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ રિપોર્ટ પબ્લિશ થયા બાદ કેનેડાથી વધુ એક ગુજરાતી સ્ટૂડન્ટે અમારો સંપર્ક કરીને તેની સાથે તેમની ફેમિલીના જ એક વર્ષો જૂના પરિચિતે કેવી રીતે દગો કર્યો તેની ચોંકાવનારી ઘટના શેર કરી હતી. આ ગુજરાતી સ્ટૂડન્ટ એક ગુજરાતીના જ સ્ટોરમાં દિવસ-રાત જોયા વિના કામ કરતો હતો, ખૂબ જ મહેનત કરીને સ્ટોરનો બિઝનેસ પણ ખાસ્સો વધારી દીધો હતો, પરંતુ બિઝનેસ સારો ચાલવા લાગતા તેના માલિકે તેની સાથે એવો દગો કર્યો હતો કે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે.news videosTimesXP GujaratiUpdated: 22 May 2023, 6:42 pm