હવામાન વિભાગની આગાહીને પગલે જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જુનાગઢના દામોદર કૂંડમાં જોરદાર પૂર આવ્યું છે. વિડીયોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જુનાગઢનો પણ સમાવેશ થાય છે.