London Dreams Ep 1: ચરોતરના વિકી પટેલ સાથે કોણે કરી કલ્પી ના શકાય તેવી નાલાયકી?
1 બ્રિટિશ પાઉન્ડ એટલે લગભગ 103 રૂપિયા... ડોલરથી મોંઘા પાઉન્ડ કમાવવા માટે ઘણા ગુજરાતીઓ દર વર્ષે યુકે જાય છે, પરંતુ તેમાંના ઘણા લોકો જે સપનાં લઈને ગયા હોય છે તે ક્યારેય પૂરા નથી થતા. અમુક કમનસીબોને એકાદ-બે વર્ષમાં જ યુકેમાંથી બિસ્તરા-પોટલા ભરીને રવાના થવાનો વારો આવે છે, તો અમુક લોકો ત્યાં લાફો મારીને પણ ગાલ લાલ રાખતા હોય તેવી સ્થિતિમાં રહે છે. જોકે, કેટલાક ગુજરાતીઓ ત્યાં પોતાના જ લોકોને એવા ભયાનક રીતે ફસાવી દેતા હોય છે કે આવા લોકો કમાવવાનું તો ઠીક, પોતાની પાસે જે કંઈ હોય તે પણ મૂકીને પાછા આવે છે. આવી ઠગાઈનો ભોગ બનનારા નિર્દોષ ગુજરાતીઓને દિવસના 16થી 18 કલાક કામ કરનારા પણ ભૂખ્યા રહેવાનો વારો આવે છે. એક સુવ્યવસ્થિત રીતે ચાલતા આ કાંડનો ચરોતરનો એક યુવક વિકી પટેલ પણ ભોગ બન્યો. વિકી સાથે તેના જ માલિક અને પછી બિઝનેસ પાર્ટનર બનેલા એક ગુજરાતીએ જ એવી નાલાયકી કરી કે તેની આ હરકત માટે તો કદાચ નાલાયકી શબ્દ પણ ઘણો ઓછો પડે. આખરે વિકી પટેલ સાથે શું થયું હતું, કોણે તેની પીઠમાં ખંજર ભોંકીને તેને ક્યાંયનો ના રહેવા દીધો તેની ચોંકાવનારી માહિતી જોઈશું આ સિરીઝમાં.news videosTimesXP GujaratiUpdated: 4 Jun 2023, 3:42 am