દુનિયાના કેટલાક દેશઓમાં ભારતીય સ્ટુડન્ટ માટે ભણવાની અને કામ કરવાની સારામાં સારી તક રહેલી છે જેમાં યુકેનો પણ સમાવેશ થાય છે. આખી દુનિયામાંથી ટેલેન્ટેડ લોકો જે રીતે અમેરિકા તરફ ખેંચાય છે તે રીતે યુકે પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેના કારણે યુકેમાં ભણવા અને કામ કરવા માટે લોકો હંમેશા તૈયાર હોય છે. યુકેમાં તમે કામ કરવા માગતા હોવ તો તેના માટે વર્ક વિઝાની જરૂર પડશે. આ ઉપરાંત તમારે કેવા વિઝા મેળવવા તેનો આધાર તમાર ક્વોલિફિકેશન પર રહેશે.