Ep 3: ન્યૂયોર્કની હોસ્પિટલમાં એક ભયાનક દ્રશ્ય જોઈને ફફડી ગયો અમિત પટેલ
1044 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો૦૭ માર્ચ ૨૦૧૬, સોમવારના દિવસે દેવને કીમોથેરાપીનો બીજો ડોઝ આપવાનો હતો, અને તે પહેલા અમિતને દેવનો મેડિકલ ઈન્શ્યોરન્સ લેવા માટે થાય તેટલા પ્રયાસ કરવાના હતા. દેવને હોસ્પિટલમાંથી ઘરે લવાયો તેના બીજા જ દિવસે નિરાશા ખંખેરીને અમિતે મેડિકેડ માટે દોડાદોડ શરૂ કરી દીધી હતી. દેવ અમેરિકન સિટીઝન તો હતો નહીં, જેથી તેને સરકારી ઈન્શ્યોરન્સનો લાભ મળશે કે નહીં તે પણ એક મોટો સવાલ હતો. ઈન્શ્યોરન્સ માટે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા બાદ પહેલી માર્ચે અમિત ન્યૂયોર્ક સ્ટેટની ગવર્મેન્ટ ઓફિસમાં મેડિકેડ માટે એપ્લાય કરવા પહોંચ્યો હતો, અને તે વખતે સારિકા પણ તેની સાથે જ હતી. અમિતને તે દિવસ આજે પણ બરાબર યાદ છે, એક લેડી ઓફિસરે દેવને વીમો આપવો કે નહીં તે નક્કી કરવા માટે અમિતનો ઈન્ટર્વ્યુ લીધો હતો, પરંતુ તે ઓફિસરનું વર્તન એટલું ખરાબ હતું કે અમિતે ઈન્ટરવ્યુની પહેલી એકાદ-બે મિનિટમાં જ એવું માની લીધું હતું કે દેવની મેડિકેડની ફાઈલ પાસ નહીં થાય. આ સ્થિતિમાં અમિત ભગવાનને પ્રાર્થના કરવા સિવાય બીજું કશુંય કરી શકે તેમ નહોતો, જોકે ત્યારે સારિકા તે લેડી ઓફિસરને સમજાવવા માટે પોતાનાથી થાય તેટલા પ્રયાસ કરી રહી હતી.