ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં અચાકન જ પડી તિરાડ, શું છે સમગ્ર વિવાદ?
ભારત અને અમેરિકા તથા ભારત અને ઈસ્લામિક દેશો વચ્ચે સંબંધો સુધરતા જાય છે, ત્યારે ભારત અને કેનેડાના સંબંધો અચાનક જ વણસ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી એક હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાની વાત કરી તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ છે. જોકે, ભારત આ વાતથી ઘણું રોષે ભરાયું છે. જૂન મહિનામાં કેનેડામાં એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાન સમર્થક આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી પણ જસ્ટિન ટ્રુડોએ સીધો ભારત પર આરોપ મુકી દીધો છે.
Curated by Chintan Rami|TimesXP Gujarati|19 Sept 2023