શિકાગોમાં ચર્ચની બહાર જ ભારતીય યુવકે ગર્ભવતી પત્ની પર કર્યું ફાયરિંગ
પતિ-પત્ની વચ્ચેના ઝઘડા મતભેદોથી ઉપરવટ જઈને જ્યારે હિંસા સુધી પહોંચી જાય છે ત્યારે તેનું ગંભીર પરિણામ આવે છે. પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો મારઝૂડ કે હત્યા સુધી પહોંચ્યો હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. એવો જ વધુ એક કિસ્સો યુએસથી સામે આવ્યો છે. ભારતીય યુવકે પત્ની પર ગોળીઓ વરસાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. કેરળના કોટ્ટાયમમાં આવેલા એટ્ટમાનુરના વતની અમલ રેજીએ ગર્ભવતી પત્ની પર ગોળી ચલાવી હતી. શિકાગોમાં આવેલા ચર્ચના પાર્કિંગ એરિયામાં અમલે તેની પત્નીને ગોળી મારી હતી, તેમ તેના સંબંધીઓનું કહેવું છે.