બધા પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ આપવા ભારતીય રેલવેએ તૈયાર કર્યો જબરદસ્ત પ્લાન
1010 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોહાલમાં પેસેન્જર ટ્રિપ્સ માટે વાર્ષિક 800 કરોડ રૂપિયાનું બજેટ છે જેને આગામી પાંચ વર્ષમાં વધારીને 1000 કરોડ રૂપિયા કરવામાં આવશે. રેલવેએ હવે પુશ-પુલ ટ્રેન દોડાવવાનું પણ નક્કી કર્યું છે જેથી ટ્રેન એકદમ ઝડપથી વેગ પકડશે અને ઝડપથી ઉભી પણ રાખી શકાશે. તેથી સ્ટેશનમાં આવ-જા કરતી વખતે ધીમી ઝડપના કારણે જે સમય લાગે છે તેમાં બચત થશે.હાલમાં દેશમાં 10,748 ટ્રેનો દોડે છે જેમાં મેઈલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો સામેલ છે. કોવિડ રોગચાળા અગાઉ દેશમાં 10,186 ટ્રેનો દોડતી હતી. એટલે કે કોવિડ પછી લગભગ 600 ટ્રેન વધી ગઈ છે. વધુ ટ્રેન દોડાવવાની સાથે સાથે દેશમાં રેલવે નેટવર્ક પણ વિસ્તારવામાં આવશે. જે એરિયામાં હજુ રેલવે સર્વિસ નથી પહોંચી ત્યાં રેલવે ટ્રેક પાથરવામાં આવશે. રેલવે મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે રેલવે પ્રવાસની ડિમાન્ડમાં જંગી વધારો થયો છે. તેના કારણે વધુને વધુ પુશ-પુલ ટ્રેન દોડાવવા વિચાર છે જેથી લાંબા અંતરની ટ્રેનોમાં બેથી પાંચ કલાક જેટલો ટાઈમ બચાવી શકાશે.